રાજકોટમાં રાતોરાત રહીશો ને બેધર કરવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ ખાતે લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકીય હાથ હોવાની શંકા સ્થાનિકોને જાગી હતી. અંકુર રોડ પર સ્થાનિકો એકઠા થતાં ભારે ઉચ્છકેરાટ જોવા મળ્યો 200 થી વધુ મહિલાઓ અને પુરુસો થયા એકઠા અને 5 થી વધુ મહિલાઓ તોકલ્પાત સાથે અસ્વસ્થ થઇ સમગ્ર ઘટનામાં TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં જવાની નોટિસ આવતા રહીશો પર આફત આવી પડી હતી. સ્થાનિકો આ સમાચારના કારણે રસ્તા પર વિરોધ નોંધાવવા ઉતર્યા હતા.આ નોટિસના પગલે મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી હતી. એક સ્થાનિ અમારી દીકરીઓ રડી રહી છે.આ અમારી મહેંતનું ઘર છે. અમારા છોકરા રખડી જશે. તેમણે કહ્યું હતું કે ગમે તે થાય પણ અમે અમારા ઘર છોડવાના નથી.મહિલા રડીને કહે છે કોઈ સાંભળે છે? ત્રણ ત્રણ દિવસથી કોઈએ ખાધું નથી. સરકાર નીતિથી ચાલે તેવી અપેક્ષા અમને છે.કઈ હરામના રૂપિયા નથી ઘરેણાં મૂકીને ઘર બનાવ્યું છે અને હજુ હપ્તા ભરી નથી રહ્યા અમે એટલા પૈસા વાળા લોકો નથી.અમારે આ સ્થિતિમાં અમારે ક્યાં જવું કોને કહેવું અમારી માંગ પુરી કરો
ગાંધીનગરમાં પણ પડશે પડઘા? આર કે બિલ્ડર સાથે રાજકીય ઓથ સાથે આ કપાત નકશો બદલાયા નો રહીશો આક્ષેપ બાદ હવે રહીશો નું ઘર કપાત ના નામે છીનવી લેવા નો પડધો ગાંધીનગર માં પડે તેવી શક્યતા.ગુજરાત માં સતા પરિવર્તન પૂર્વે આ મિલ્કતો કપાત માં જાય તેનો લાભ બિલ્ડર ને મળે તેવી કોર્પોરેશન માં રાજકીય ચાલ ચાલી હોવાનો રહીશો નો આક્ષેપ હોવાથી આ ઘટના વિપક્ષનું ધ્યાન ખેંચે અને વિરોધનું કારણ બને તેવી શક્યતા છે. નોંધનીય છે કે, શહેરના અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો ભેગાં થયા હતા. તમામ નાગરિકોને બેઘર કરવાનો કારસો કે રાજકીય ઓથ હેઠળ ઘડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો.સાથે જ અચાનક નકશો બદલીને મોટા માથાભારીઓને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા હોવાની પણ વાત ઉચ્ચારી હતી.