નારી શક્તિને ઉજાગર અને સંગઠિત કરવા તેમજ પાટીદારોની પારિવારિક સમસ્યાઓના સમાધાનનો એક ભગીરથ પ્રયાસ રૂપે પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટના સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના સ્લોગન સાથે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અંદાજિત 30 હજાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સાસુ વહુ અને દીકરીઓ એકબીજાને ગમતા રહે અને સંબંધો સુદ્રઢ થાય તે માટે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ સ્નેહમિલનમાં પાટીદાર મહિલાઓએ એવો સંકલ્પ લીધો હતો કે, હવે અમે નહીં ઝઘડીયે.
કડવા પાટીદાર સમાજની બહેનોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 12 વર્ષની તરુણીથી માંડી 106 વર્ષના વૃધ્ધા સહિત 30 હજારથી વધુ બહેનો જોડાઇ હતી. સંયુક્ત પરિવારની ભાવના વધે તે માટે આ સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. એકબીજાને ગમતા રહીએ શીર્ષક હેઠળ આ સ્નેહમિલન યોજાશે.જેમાં સાસુ,વહુ અને દીકરી એક જ મંચ પર ભેગા થઇ હતી. આ તકે 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધાનું વિશેષ સન્માન કરાયું હતું. જેની સંખ્યા 50થી વધારે છે.
પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે બપોરે 3.30 કલાથી આ સ્નેહમિલનનો પ્રાંરભ થયો હતો, જેમાં રાજકોટ, શાપર-વેરાવળ અને મેટોડા ખાતે રહેતી બહેનો જોડાઇ હતી.