રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કેર યથાવત છે. અને પોરબંદરની વધુ એક મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુના 106 કેસ નોંધાયા છે. અને 31 દિવસમાં 19 દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે. માત્ર રાજકોટમાં જ સ્વાઈન ફ્લુના 31 કેસ દાખલ થયા હતા. જેમાં ચાર લોકોનો મોત થયા. રાજકોટ શહેરમાં 34 કેસ થયા અને પાંચ દર્દીઓના મોત થયા. જ્યારે અન્ય જિલ્લાઓમાં 41 કેસ થયા અને 10 દર્દીઓના મોત થયા છે. હાલ રાજકોટમાં 36 જેટલા સ્વાઇનફ્લૂ પોઝિટિવ ધરાવતા દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
