રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પાંચ દિવસ પૂર્વે આગજનીની ઘટના સામે આવી હતી. આગજનીની ઘટનામાં ઘટના સ્થળ પર પરિણીતાનું દાઝી જવાના કારણે મૃત્યુ થયું હતું જ્યારે કે પતિ, પુત્ર અને પુત્રીને દાઝી જવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ માટે પણ આગજનીની ઘટના અકસ્માતે બની હતી કે, પછી બનાવ આપઘાતનો હતો તે કોયડો બની ચૂક્યો હતો ત્યારે મૃતક પરિણીતાના પિતાની પોલીસ ફરિયાદ પરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મૃતક વર્ષાબા ના પતિ યોગીરાજ સિંહ સરવૈયા વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 498(ક), 323 તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
