એકાઉન્ટન્ટ 2019 થી 2020 સુધી શેઠના પૈસા ટ્રાન્સફર કરતા પકડાયા.

અમદાવાદના ગ્રાફિક ડિઝાઈનર ઈરફાન શેખએ તેના રાજકોટ રહેતો એકાઉન્ટન્ટ તુષાર સેજપાલ સામે CID ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તુષાર એક પોર્ન સાઈટ દ્વારા ગાઝિયાબાદની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તુષાર છોકરીને તેની સાથે લગ્ન કરવાનું કહે છે અને છોકરી પૈસા માંગે છે અને તેની જાળમાં ફસાઈ જાય છે. બાદમાં તેણે પોતાના જ શેઠ ઇરફાન શેખના 85 લાખ છોકરીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આથી જ ઇરફાન શેખે તુષાર સહિત 10 લોકો સામે CID ક્રાઇમ રાજકોટમાં એક કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

તુષાર ગાઝિયાબાદની સપના નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો
.
આ મામલે CID ક્રાઈમના PI શેરગીલે અમદાવાદમા રહેતાં ઈરફાન શેખ જે ગ્રાફિક ડિઝાઈનનું કામ કરે છે.તેની ફરિયાદ પરથી રાજકોટના જામનગર હાઈવે પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા તેના જ એકાઉન્ટન્ટ તુષાર સેજપાલ ઉપરાંત ગાજીયાબાદની યુવતી સપના તેની માતા રાજકુમારી ગીતા,યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકિરસિંહ સહિત 10 સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય બીજા આરોપીઓએ સપનાની મદદ કરી હતી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇરફાન શેખ જે હાલમાં અમદાવાદમાં રહે છે અને રાજકોટમાં મકાન પણ ધરાવે છે, આરોપી તુષાર સેજપાલ, જે ધોરણ 12 પાસ છે. તે લાંબા સમયથી રાજકોટમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. તુષાર અને યુવતી વચ્ચે વાતચીત ત્યારે શરૂ થઈ જ્યારે તુષાર ગાઝિયાબાદ રહેતી આરોપી સપના સાથે પોર્ન સાઈટ દ્વારા સંપર્કમાં આવ્યો હતો.તે દરમિયાન તુષારે લગ્ન માટે કહેતા તેણીએ પૈસા મંગાવાનું શરુ કર્યું. આવી સ્થિતિમાં સપનાની જાળમાં ફસાયેલા તુષારે વેપારી ઈરફાન શેખના લગભગ 85 લાખ રૂપિયા 2019 થી 2020 વચ્ચે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. જ્યારે અન્ય આરોપીઓએ પણ સપનાની મદદ કરી હતી.
વેપારી ઈરફાનનું એક ઘર રાજકોટમાં છે જેના હપ્તા બાકી છે અને હપ્તા અડધા જ ભરાતા હોવાથી તેને શંકા જતા તપાસ કરાવતા દરમિયાન ઘણી વિગતો બહાર આવતા અંતે તેણે એકાઉન્ટન્ટ તુષાર અને ગાજીયાબાદની સપના સહિત 10 સામે એકાદ કરોડની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી.

તુષારે પોર્ન સાઈટના ટોકન લેવા 16 લાખ ખર્ચ કર્યા.
આરોપી તુષાર એક એકાઉન્ટન્ટ જે સપના નામની યુવતીના સંપર્કમાં પોર્ન સાઇટ દ્વારા આવ્યો હતો, તેણે 85 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને પોર્ન સાઇટ પરથી ટોકન ખરીદવા પાછળ 16 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા.આરોપી તુષાર સૌપ્રથમ એક પોર્ન સાઇટ દ્વારા સપનાના સંપર્કમાં આવ્યો હતો. લગ્નની વાતો દરમિયાન તેમણે 85 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે, વેપારી ઈરફાન શેખને કોઈ શંકા નહોતી કારણ કે લોકડાઉનને કારણે 2020 માં વધુ પૈસાની જરૂર નહોતી. બાદમાં તપાસ કરાવતા બહાર આવ્યું કે એકાદ કરોડનો ધુવાળો થઇ ચુક્યો છે.