રાજકોટ મહાનગર પાલિકા નાણાકિય વર્ષ 2018-19 નું 1769.33 કરોડ નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરાયું. ડ્રાફ્ટ બજેટમાં મુકવામાં આવેલ પાણી વેરામાં વધારાની દરખાસ્ત ને ફગાવવામાં આવી. વાહન વેરામા ફેરફાર ટુ વહીલર માં 1 ટકા અને ફોર વહીલરમાં 2 ટકા ટેક્સ વસુલવામાં આવશે. કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરો વસુલવામાં આવશે, રહેણાક મિલકતમાં પ્રતિ કોર્સ મિટર 11 રૂપિયા અને બિન રહેણાકમા પ્રતિ ચોરસ મિટર 22 રૂપિયા વસુલવામાં આવશે.
દિવ્યાંગ મિલકત ધારકોને વેરામાં 5 ટકા વધુ રાહત આપવામાં આવશે. 48 રાજમાર્ગો પર યુનિફોર્મ પેટનથી વિકાસ કરવામાં આવશે. 6 નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.મવડી વિસ્તારમાં નવો સ્વીમીંગ પુલ બનાવવામાં આવશે.શહેરના એન્ટ્રી પોઇન્ટ નું બ્યુટીફિકેશન કરવામાં આવશે.નવી બે હાઇસ્કુલ બનાવવામાં આવશે.