શહેરના ગોંડલ રોડ પર જૂના બસ સ્ટેન્ડને તોડીને અતિઆધુનિક નવા બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટનું નવું બસપોર્ટ તૈયાર થઇ ચુક્યું છે. પ્રજાસતાક પર્વ પર આ બસપોર્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
રાજકોટના નવા બસ સ્ટોપ 156 કરોડ રૂપિયાના ખર્ચે 11,178 ચોરસ મીટર બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બધીજ પ્રકારની સુવિધાઓ મુસાફરો મળી રહેશે. બસપોર્ટમાં 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા સાથે બસપોર્ટના બે માળ રહશે તેમજ તેમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ હશે. આ ઉપરાંત રિટેલ, સુપર માર્કેટ, શોપિંગ મોલ, ગેમ ઝોન, જિમ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, હોટેલ અને ફૂડકોર્ટ હશે અને કેન્ટીન, વ્હીલચેર, આધુનિક પ્રતિક્ષા ખંડ વગેરે પણ છે. બસપોર્ટની અંદર દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લાગેલા હશે.
નોંધનિય છે કે, રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું મેન મથક માનવામાં આવે છે, ત્યારે સૌથી વધુ મુસાફરો અહીંથી અવર જવર કરે છે. યાત્રિકોની સુવિધા માટે મુખ્ય બસપોર્ટ ઉપરાંત માધાપર ચોકડી ખાતે પણ બસસ્ટોપ ચાલુ જ રહેશે. હાલ પૂરતું અત્યારનું શાસ્ત્રી મેદાન ખાતેનું બસ સ્ટોપ પણ ચાલુ રહેશે, જેનાથી મુસાફરોને અગવડતા ન પડે.