રાજકોટઃ ઘરેલું હિંસાની ઘટનાઓ રાજ્યમાં દરરોજ પોલીસ ચોપડે નોંધાતી રહે છે ત્યારે રાજકોટમાં વધુ એક ઘરેલું હિસ્સાની ઘટના બની હતી. ભણેલીગણેલી વહુ ઉપર પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાની ઘટના પોલીસ પાસે પહોંચી છે. રાજકોટ શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટર્નશીપ કરેલી પરિણીતાએ પોતાના પતિ સાસુ સસરા તેમજ જેઠ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ આઈપીસીની કલમ 323, 498 (ક), 504 તેમજ 114 હેઠળ ગુનો નોંધાવ્યો છે.
સમગ્ર મામલે હેમાક્ષી જીગીશ ભાઈ સોની નામની પરિણીતાએ પોતાના પતિ જીગીશ સોની, સસરા મહેશ ભાઈ સોની, જેઠ કૃણાલભાઈ મહેશ ભાઈ સોની તેમજ સાસુ નયનાબેન મહેશભાઈ સોની વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ગુજારવાની તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસ મથકમાં પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ અમે હનીમૂન માટે મહાબળેશ્વર ફરવા ગયા હતા. ત્યારબાદ મારા પતિ મને બરોડા ખાતે મારા જેઠ જેઠાણી પાસે મૂકી ગયા હતા. તેઓ રાજસ્થાન ખાતે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા. તેમણે મને કહ્યું હતું કે, તું થોડાક દિવસ અહીં રોકાજે રાજસ્થાન ખાતે હું ભાડે ઘર રાખી લવ ત્યારબાદ તને લઈ જઈશ.
જેના કારણે હું મારા જેઠાણી સાથે થોડાક દિવસ રોકાઈ હતી. ત્યારબાદ મારા પતિ બરોડા ખાતે આવી મને તેમની સાથે રાજસ્થાન લઈ ગયા હતા. પરંતુ મારા સોનાના દાગીના મને સાથે લઈ જવા નહોતા દીધા. મારા પતિએ મને કહ્યું હતું કે, રાજસ્થાન ખાતે ભાડાનું ઘર હોય ત્યાં દાગીના સુરક્ષિત નથી જેના કારણે દાગીના મારા સાસુ પાસે મૂકાવ્યા હતા. લગ્ન પ્રસંગ સમયે મારા સાસુને ત્યાંથી દાગીના લઈ આવતા હતા અને બાદમાં ત્યાં મૂકી આવતા હતા.
લગ્નને થોડા સમય વીત્યા બાદ શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું તેમજ દહેજની માગણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નાની નાની વાતમાં મને મેણાં ટોણા મારવામાં આવતા હતા. મારા પતિ એ મારા મોબાઈલમાં હીડન કોલ રેકોર્ડિંગની એપ્લિકેશન પણ ઈન્સ્ટોલ કરી હતી. તેમજ મારા નામનું મોબાઇલ કાર્ડ ફેંકી દઇને મારા જેઠના નામનું મોબાઇલ કાર્ડ મારા ફોનમાં નાંખી આપ્યું હતું. જેથી તેઓ મારી જાસૂસી કરી શકે. આમ મારા ચારિત્ર્ય ઉપર શંકા પણ કરતા હતા.
મારા સસરા પણ મારા પતિને કહેતા હતા કે,, તારી પત્નીને અત્યારથી જ કંટ્રોલમાં રાખજે તે વધુ ભણેલી છે. મારી પ્રેગ્નન્સી વખતે પણ મારા સાસરીયા હોય કોઈપણ જાતનું ધ્યાન રાખ્યું નહોતું. જેના કારણે સહમતિથી જ પાંચમાં મહિને મારે મિસકેરેજ કરાવવાનો વારો આવ્યો હતો. મારા પતિ તેમની કારના હપ્તા પણ મારી સેવિંગમાંથી ભરતા હતા. તેમજ ઘર ખરીદવા બાબતે પણ મને ઘરેથી પૈસા માંગી લાવવાનું કહેતા હતા.