ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજકોટ કટાર લેખક જય વસાવડાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી છે પોલીસ ફરિયાદ. જય વસાવડાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ભાજપ વિશે અશોભનીય લેખ વાયરલ કરાતા કરી ફરિયાદ.સાઈબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
જય વસાવડા સુપ્રસિદ્ધ કટાર લેખક છે. તેમના નામે સોશિયલ મીડિયામાં ભાજપ વિશે અશોભનીય લેખ ફરતો થયો હતો જેના સંદર્ભે જય વસાવડાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે