કાયદાકીય રીતે ૧૦૦૦/૨૦૦૦/૫૦૦૦ ના દંડ તો ઠીક પણ ૫૦ રૂપિયા પણ વસુલવાની સત્તા પોલીસને છે જ નહિ, કાયદાકીય જોગવાઈઓ મુજબ માત્ર ને માત્ર કોર્ટ જ દંડ કરી શકે, પોલીસ જે મેમાં મોકલી ધાકધમકી ભર્યા ઉઘરાણા કરે છે તે સમાધાન શુલ્ક છે, કોર્ટમાં ના જવા બાબત.
કેમેરા લગાડવાનો ઉદેશ ગુનાખોરી ડામવાનો હતો એના બદલે માત્રને માત્ર કમાણી કરવાનો બનાવી નાખનાર તંત્ર વિરુદ્ધ બે યુવા એડવોકેટ મિત્રોએ અવાજ ઉઠાવ્યો છે. Kirit Nakum (98248 89939) અને Hemansu Parekh (82384 17838)
રાજકોટમાં જેટલા લોકો આવા મેમાંને કારણે હેરાન થતા હોય તે આમનો સંપર્ક કરી અયોગ્ય દંડ સામે અવાજ ઉઠાવવામાં જોડાઈ જશો.
ઓવરલોડ ટેમ્પો, ઓવરલોડ રિક્ષાઓ, આડેધડ દબાણ કરતી રેકડીઓ, ખુદ પોલીસના જ વનવેમાં જતા વાહનો એવું કશું જ આ કેમેરા જોતા નથી, સામાન્ય લોકોને જ લુંટતી આ સીસ્ટમ સામે યુવા લોયર્સ એસોસિએશન પડ્યું છે.
પોલીસ તંત્રે આજ સુધીમાં કેટલા પોલીસ, પત્રકાર, વકીલો કે મોટા અધિકારીઓના મેમો બનાવ્યા ?????? એક પણ નહિ.
આવી લુંટ સામે જયારે એક પણ રાજ્કોય પક્ષ કશું બોલવા તૈયાર નથી ત્યારે કોઈ પણ જાતની નેતાગીરી કે પોલીટીકલ સપોર્ટ વિના આ યુવા વકીલો માત્રને માત્ર પ્રજાના હિત માટે આ લડાઈ આદરી છે ત્યારે એમને દિલથી અભિનંદન અને સપોર્ટ.