વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા વિકાસના પ્રકલ્પોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધીના સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે અને સુરક્ષામાં ભૂલ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સાથે વડાપ્રધાનની સુરક્ષાને પગલે આવતીકાલ સુધી રાજકોટ શહેરમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટ શહેરની મુલાકાતે છે.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થતા વડાપ્રધાન દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
વડાપ્રધાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સભામાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જંગી મેદની હાજર રહે તે માટે વહીવટી તંત્ર તેમજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયા તથા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો હાજર રહેશે. જેને લઈને NSG કમાન્ડોની ટીમ પણ રાજકોટ આવનાર છે.
પ્રધાનમંત્રી મોદીનાં ટેન્ટેટીવ કાર્યક્રમ મુજબ તેઓ બપોરે 3 વાગ્યે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ 4 વાગ્યે રેસકોર્સ પહોંચશે. અહીં કેકેવી બ્રીજ સહિત કરોડોનાં વિકાસકામ ખુલ્લા મૂકી તેઓ જાહેરસભાનું સંબોધન કરશે.