ત્રીજુ લોકડાઉન કર્યું હોવા સરકારના મેનેજમેન્ટના કેટલાક છબરડાઓના કારણે સ્પેશ્યલ ટ્રેનો ચલાવી હોવા છતાં પણ અનેક મજૂર પોતાના વતન પરત જઈ શકી રહ્યાં નથી. તેવામાં રાજકોટ નજીક આવેલ ગોંડલ ચોકડી નજીક શ્રમિકોએ પોતાના વતન જવા માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે વતન જવાની જીદે ચડેલા શ્રમિકોએ હોબાળો કરીને અનેક જગ્યાએ તોડફોડ કરી છે.
મળી રહેલા સમાચાર અનુસાર રાજકોટના ગોંડલમાં શ્રમિકો ઉગ્ર બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું આશ્વાસન આપીને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, હવે મજૂરો વતન જવાની જીદ પર અડગ થયા છે. પોલીસે સમજાવ્યા છતાં મજૂરો માનવા તૈયાર નથી.
મજૂરોએ પોલીસને જણાવ્યું કે, અમને તાત્કાલિક અમારા વતન મોકલો નહીંતર ચાલવા લાગીશું. જો કે અંતે પોલીસે તેમને વતન મોકલવાની તેમની જીદ સામે નત:મસ્તક થયા પછી બધા શાંત થયા હતા અને પોતાના નામ અને કેટલા વ્યક્તિઓને ક્યાં જવું છે તેનું લીસ્ટ તૈયાર થઈ રહ્યું છે.