રૈયા રોડ પર આવેલ જલારામ પાર્લરમાં એકસ્પાયરી ડેટવાળા અખાદ્ય પદાર્થો વેચવાનું જબરૂ કારસ્તાન ઝડપી લેવાયુ તે વખતની તસ્વીરમાં એકસ્પાયરી ડેટવાળી અમૂલ છાશ, કોલ્ડ્રીંકસ વગેરે જથ્થા સાથે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ડેઝિગ્નેડેટ ઓફિસર અમિત પંચાલ વગેરે દર્શાય છે. રાજકોટ શહેરનાં રૈયા રોડ પર આવેલ જલારામ અમૂલનાં પાર્લસમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમે દરોડા પાડી અને છાશ, કોલ્ડ્રીંકસ, નમકીન, બેકરી પ્રોડકટ વગેરે એકસ્પાયરી ડેટ વિતી ગયા પછી પણ (વાસી થઇ ગયેલ) વેચી અને જાહેર આરોગ્યને નુકસાન અકીલા કરવાનું જબરૂ કારસ્તાન ઝડપી લઇ અને સ્થળ ઉપરથી કુલ ૭૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરી પાર્લરના માલિક નિતીનભાઇ રમેશચંદ્ર કોટેચાને નોટીસ ફટકારી હતી. આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલ જલારામ અમુલ પાર્લરમાં ફૂડ ઇન્સ્પેકટરોની ટુકડી સાથે દરોડા પાડયા હતા. કેમકે આ ‘અમૂલ પાર્લર’માં અસહ્ય ગંદકી અને વાસી ખાદ્ય પદાર્થો વેચાતા હોવાની અઢળક ફરિયાદો મળી હતી એટલું જ નહી. આ બાબતે પાર્લરનાં માલિકને અવાર-નવાર તાકિદ કરાયેલ છતાં આરોગ્યમાં નિયમોનો ઉલાળિયો કરીને અખાદ્ય ખોરાક વેચાણ ચાલુ હોવાની ફરિયાદ મળતા આજે ઓચિંતુ ચેકીંગ હાથ ધરાયેલ. આ ચેકીંગ દરમિયાન સ્થળ પર ધૂળ ચોંટેલી અને માખીઓથી બણબણતી મીઠાઇઓ જોવા મળેલ. પાણીનો ટાંકો ગંદકીગ્રસ્ત હતો. વાસણો ગંદા હતા. ઉંદરડાઓ ફરતા જોવા મળેલ. એંઠવાડ સહિતની ગંદકી સીધી જ ગટરમાં ફેંકાતી હતી. એટલું જ નહી સ્થળ ઉપરથી એકસ્પાયરી ડેટવાળી અમૂલની છાશની ૧ લી.ની ૧૧ બોટલો ઉપરાંત, આઇસ્ક્રીમ, કુલ્ફી, બેકરી પ્રોડકટ, નમકીન વગેરેનો જથ્થો વેચાણમાં મૂકાયો હોવાનું ઝડપાઇ જતાં આ સ્થળેથી ૧૧ બોટલ અમૂલ છાશ, ૩ કિલો ખાખરા, ૨ કિલો બિસ્કીટ, ૫ લીટર વાસી જ્યુસ, ૫ કિલો કાજુ કતરી મીઠાઇ, ૮ કિલો કુલ્ફી – આઇસ્ક્રીમ, ૧૦ લીટર કોલ્ડ્રીંકસ બોટલો, ૩ કિલો બેકરી પ્રોડકટ, ૫ કિલો નમકીન, ૪ કિલો સોસ સહિત ૭૦ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.