26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવશે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પોતાના મત વિસ્તારમાં ધ્વજવંદન કરશે. રાજ્યકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાજકોટમાં યોજાશે.
ક્યા નેતા ક્યા કરશે ધ્વજવંદન
મુખ્યમંત્રી સિવાય સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં ધ્વજવંદન કરશે જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ વડોદરામાં ધ્વજવંદન કરશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર, કૌશીક પટેલ અમદાવાદ, સૌરભ પટેલ મહેસાણા, ગણપત વસાવા સાબરકાંઠા, જયેશ રાદડિયા ભાવનગર, દિલિપ કુમાર ઠાકોર કચ્છ, ઇશ્વર પટેલ ગાંધીનગર, કુવરજી બાવળિયા જૂનાગઢ, જવાહર ચાવડા સુરતમાં ધ્વજ વંદન કરશે.
જ્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાટણ, બચુભાઇ ખાબડ બોટાડ, જયદ્રથસિંહ પરમાર જામનગર, ઇશ્વર પટેલ દાહોદ, વાસણ આહિર પોરબંદર, વીભાવરી બેન દવે મહિસાગર, રમણલાલ પાટકર વલસાડ, કિશોર કાનાણી અરવલ્લી, યોગેશ પટેલ પંચમહાલ, ધર્મેન્દ્ર જાડેજા દેવભૂમિ દ્વારકામાં ધ્વજવંદન કરશે.