રાજકોટમાં પોલીસની બીક રાખ્યા વગર દંપતી ડ્રગ્સની હેરાફેરી કરતું હતું. 3 લાખ 30 હજારના હેરોઇન સાથે એક દંપતીને પોલીસે ઝડપી લીધું છે. આ બંનેએ પોતે જંગલેશ્વરની સલમા ઉર્ફે ચીનુડી મારફત હેરોઇનનો જથ્થો મેળવ્યાની કબૂલાત કરી છે. તેમજ ભૂરો નામનો છોકરો આ જથ્થો આપી ગયાનું પણ પોલીસને જણાવ્યું છે. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. કોઠારીયા રોડ સ્વીમિંગ પુલ પાછળ માસ્તર સોસાયટીના રસ્તા પરથી રૂખડીયાપરાના દંપતીને એક્ટીવા પરથી પોલીસ ઝડપી લીધું હતું. આ બંને આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.