રાજકોટમાં સવન મેરેથોન 2019 મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગઓફ કરી મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેરેથોન દોડમાં અંદાજે 35 હજારથી પણ વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. સાથે ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ અહી હાજરી આપી હતી. આ મેરેથોન દોડ દરમિયાન જિલ્લા કલેકટર, મનપા કમિશ્નર, મેયર,પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓ અને સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
