રાજ્ય માં મનપા ની ચુંટણીઓ નું મતદાન ચાલુ છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરવા આવશે અને તેઓ સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે. તેઓ PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સાથે મતદાન કરશે વિગતો મુજબ સીએમ રૂપાણી UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ હાલ કોરોનાની સારવાર હેઠળ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે. મતદાન કર્યા બાદ રાજકોટથી સાંજે 8:45 વાગે અમદાવાદ પરત ફરશે તેમ ભાજપ ના સૂત્રો એ જણાવ્યું હતું.
રાજકોટમાં કુલ 293 ઉમેદવારોન મેદાનમાં છે. રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, APP, NCP, BSP મેદાનમાં છે જ્યારે રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી કોંગ્રેસના 70, AAPના 72, અપક્ષ, NCP સહીત 293 ઉમેદવારો મેદાન માં છે.