ગુજરાત માં વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને અહીં કેટલાય ગામો માં 123 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. જેમાં 8 જિલ્લા માં આ સ્થિતિ છે.
રાજકોટના 27, મોરબીના 4, દેવભૂમિ દ્વારકાના 21, પોરબંદરના 2, જૂનાગઢના 6, ગીર સોમનાથના 7, જામનગરના 43 અને કચ્છના 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો ની મુશ્કેલી વધી છે.
એટલુંજ નહિ પણ ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે ,જેમાં 3 સ્ટેટ હાઇવે અને એક પંચાયતના રસ્તાનો સમાવેશ થાય છે. કેશોદ તાલુકામાં એક પુલ તૂટી ગયા ના અહેવાલ છે.
ભારે વરસાદ ને કારણે સૌરાષ્ટ્રમાં કુલ 537 વીજપોલ પડી ગયા હતા જેમાં સૌથી વધુ જામનગરમાં 299, પોરબંદરમાં 98, જૂનાગઢમાં 64 પોલનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી ગુલ થઇ જતા પીજીવીસીએલના સ્ટાફમાં દોડધામ મચી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના પગલે રાહત અને બચાવ કામગીરી માટે હાલ માં એનડીઆરએફની 7 ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે. સૌરાષ્ટ્ર ને બાદ કરતાં બીજે આટલો હેવી વરસાદ નથી.
