સૌરાષ્ટ્ર માં આજે CM રૂપાણી એ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોને પીવાના પાણી માટેની પાઇપ લાઈન માટે અમરેલી ના ચાવંડમાં ઉપસ્થિત રહી આજે નાવડા ચાવંડ બલ્ક પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
રૂ.644 કરોડના ખર્ચે યોજના સાકાર થશે જેનો લાભ પાંચ જિલ્લા ને મળશે. ચાવંડ ખાતે અગાઉથી જ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જતી પાઇપ લાઇન સાથેનો સંપ કાર્યરત છે. હવે અહીં વધુ ક્ષમતાવાળી પાઇપ લાઇનનું કામ હાથ ધરાશે. સરકાર દ્વારા આ માટે નાવડાથી ચાવંડ સંપ સુધી રૂપિયા 644 કરોડના ખર્ચે વધારાની મોટી પાઇપ લાઇન નાખવામાં આવશે.
ચાવંડથી ધારી, બાબરા તથા સાવરકુંડલા તરફ પાઇપ લાઇન મારફત પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંતઆ પાઇપ લાઇનથી જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ પાણી પહોંચાડવામાં આવશે. નવી પાઇપ લાઇન નાખ્યા બાદ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોને પીવાના પાણીનો લાભ મળશે. યોજના પૂર્ણ થતા ગઢડાથી ચાવંડ સેકસન ઉપરાંત બાબરા, ધારી અને સાવરકુંડલા, જૂનાગઢ શહેર અને વિસાવદર, રાજકોટ જિલ્લાનું ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા તાલુકો, પોરબંદર જિલ્લામાં રાણાવાવ, પોરબંદર અને કુતિયાણા તાલુકા ઉપરાંત શહેરી અને ઐદ્યોગિક વિસ્તારને પાણીનો લાભ મળશે જેનાથી પાણી નો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જશે સૌરાષ્ટ્ર માટે આ યોજના ખુબજ મહત્વ ધરાવે છે.
