રાજ્ય માં કોરોના ના કેસ વધતા જઇ રહયા છે ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાં 13 વિદ્યાર્થીઓ એકસાથે કોરોના સંક્રમિત બનતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી ગઇ છે. કોરોના સંક્રમિત બનનાર તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે અને વિદ્યાર્થીઓ ના પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે. જામજોધપુરથી ઉપલેટા જતાં 35 વિદ્યાર્થીઓ પૈકી શહેરના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
જામજોધપુર રહેતા અને ઉપલેટા ની શાળામાં અભ્યાસ કરવા જતા 35 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઈ આવ્યા પછી બપોરે એક વાગ્યે આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકસાથે વધુ 12 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોરોનાથી સંક્રમિત તમામ 12 વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અને તેમના અન્ય પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઇ છે.
