ગુજરાત માં છેલ્લા ઘણાજ સમય થી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ ના આંચકા આવવાનો ક્રમ યથાવત રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના તાલાળામાં એક જ રાતમાં 15 આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તાલાળા વિસ્તાર માં રાત્રે પોણા બે વાગ્યાથી શરૂ થયેલા આંચકા સવારે સાડા સાત સુધીમાં 15 જેટલા આંચકા અનુભવાયા છે. જેમાં એક આંચકો 3.2ની તીવ્રતા નો હતો.
એકજ રાત મા આવેલ 15 આંચકાઓની તીવ્રતા સામાન્ય હોવાના કારણે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ લોકો આખી રાત સુતા ન હતા અને ભારે ગભરાટ ફેલાયો હતો તેમજ ઉપરા ઉપરી આટલા આંચકા આવતા લોકો ભય ના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
