રાજ્યમાં દિવાળી અને નવા વર્ષ નો તહેવાર હોવાથી મોટી સંખ્યા માં લોકો પોતાના પ્રાઇવેટ વાહનો માં સગા સબંધીઓ ના ઘરે અને પ્રવાસ માં જઈ રહયા હોય રોડ ઉપર વાહનો ની સંખ્યા વધી છે અને અકસ્માત ના બનાવો પણ વધ્યા છે. આજે વહેલી સવારે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મોત થયા ની ઘટના વચ્ચે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામ નજીક બેફામ ગતિ થી આવતી કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યું થયા હતા.
ઘટના અંગેની સ્થળ ઉપર થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ દૂર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થતા ભારે અરેરાટી ફેલાઈ હતી બનાવ ની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ ને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
