પેટ્રોલ અને ડીઝલ માં સતત વધી રહેલા ભાવો તેમજ ટોલ પ્લાઝા ઉપર દર વધતા કારણે હવે રાજકોટ શહેરના 700 જેટલા ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કરી દેતા જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો હવે આસમાને પહોંચવા સાથે મોંઘવારી બેફામ વધવાના સંકેત મળી રહયા છે. સરકારે આંખો બંધ કરી પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવાનું ચાલુ રાખતા સામાન્ય પ્રજાની કમર તૂટી ગઈ છે. હવે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં 15થી 20 ટકા જેટલો ધરખમ વધારો થતા પ્રજાને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે. ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ-ફળાદી વધુ મોંઘા બનશે.
કોરોનાની બીજી લહેર બાદ જનતા ને રાહત આપવાને બદલે સરકારે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. જેના કારણે પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓની હાલત કફોડી બની રહી છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે રાજકોટ શહેરમાં આવેલા 700 જેટલા ટ્રાન્સપોર્ટરોએ તેમના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે હવે ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ-ફળાદી વધુ મોંઘા થઈ જશે.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ના સૂત્રો એ કહ્યું કે જો ડીઝલનો ભાવ જીએસટી હેઠળ લાવવામાં આવે તો ડીઝલના ભાવમાં 1 લીટરે 28 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે પણ એવું થયું નહિ અને સતત ડીઝલ ના ભાવ વધતા એસોસિએશન દ્વારા ભાડા માં વધારો કરાયો છે બીજું કે, દર વર્ષે નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલપ્લાઝામાં 10 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો હોય સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર પડતા ડીઝલ અને ટોલ ભરી કંટાળેલા ટ્રાન્સપોર્ટસ દ્વારા ધંધો ચલાવવા માટે ભાડા માં વધારો કરવામાં આવ્યો છે.
આમ સરકાર ની તાનશાહી ને કારણે જનતા ને જીવવું દુષ્કર બન્યું છે તેમ જનતા માં ફરીયાદો ઉઠવા પામી છે.