મોરબીના વાંકાનેરના માટેલ પાસે આવેલી પેપરમિલ માં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે અને
આગ ને કારણે 7 કરોડથી વધુ નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે.
મોરબીના માટેલ પાસે એક્સેલ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં મોરબી, વાંકાનેર અને રાજકોટથી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગ્યા નું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પણ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયુ નથી. જોકે,સદ નસીબે આ ઘટના માં કોઈ જાનહાની થઈ નથી.
