વડીલો સારા હોય તો સારું બાકી દાદા ની ઉંમરે પહોંચેલા ભાભાઓ પણ જુવાનિયાઓ ને ટક્કર મારે તેવા કાંડ કરે છે આવા ઢાંઢાંઓ બાદમાં ધોળા માં ધૂળ પાડતા હોય છે ,અમરેલી નાખાંભાના ઉમરીયા ગામે રહેતી પોતાની પૌત્રી ની ઉંમર ની યુવતી ને ફોસલાવી ને 60 વર્ષ ના ભાભા એ ઈજ્જત લૂંટી હતી અને ચૂપ રહેવાની ધમકી આપતા ત્રણ માસ નો ગર્ભ રહી જતા મામલો પ્રકાશ માં આવ્યો હતો અને ગામમાં જ રહેતા વૃદ્ધ ભાભા એ બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાની વાતનો પર્દાફાશ થયો હતો.
ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા 60 વર્ષના કનુ મધુભાઈ નસીત નામના અંકલે અગાઉ તા.૧૬ જાન્યુઆરીના દિવસે ગામની જ એક કુંવારી યુવતીને ઘરની નજીક આવેલી ડંકી પાસે આવેલા નરેડામાં બોલાવી હતી જ્યાં એકલતા નો મોકો જોઈ તેની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો અને આ અંગે જો કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બળાત્કારનો ભોગ બનેલી યુવતી ગભરાઈ ગઈ હતી અને કોઈને પણ આ ઘટનાની વાત કરી નહોતી. બાદમાં યુવતી ને બ્લેકમેઇલ કરી યુવતી ને શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
ઘટનાના ત્રણ મહિના બાદ યુવતી કુંવારી હોવા છતાં પણ તેને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. તપાસ કરતાં ગામમાં જ રહેતા ભાભા એ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ભોગ બનેલી યુવતીની ફરીયાદ પરથી પોલીસે આરોપીની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ અંગેની વધું વિગતો આપતા તપાસનિશ પીએસઆઈ સરવૈયાએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તે ૬૦ વર્ષની ઉમરનો છે અને બે પુખ્તવયના સંતાનોનો પિતા પણ છે. આમ આ વિસ્તારમાં આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.