કોરોના ના કહેર વચ્ચે પાન માવા ખાઈ ને થુકવા ઉપર પ્રતિબંધ હોવાછતાં પણ લોકો પાન મસાલા ખાઈ રહ્યા છે તેવે સમયે કાઠિયાવાડ માં મોરબીમાં બે યુવાનોએ ડ્રોન સાથે 135ના બે મસાલા બાંધી વીડિયો બનાવી ટીકટોકમાં વાઇરલ કર્યો છે. સામાતરફ ઋષિકેશ વિદ્યાલય નજીક ગીતા પાર્ક 2માં રહેતા હિરેન બાબુ ગરધરીયા અને રવિ ધીરજલાલ ભડાણીયાએ વીડિયો બનાવ્યો હતો. ડ્રોન સાથે મસાલા બાંધી અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવા અને તેની જાહેરાત માટે ટીકટોક બન્યો બનાવ્યો છે. પરંતુ આ વીડિયો બી ડિવીઝન પોલીસ સુધી પહોંચી જતા પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ બંને યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી જાહેરનામાના ભંગ બદલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા તેઓને કાયદા નું ભાન થયું હતું, સરકાર લોકડાઉન નું પાલન કરાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ લોકો આવી હરકતો કરતા રહેતા હોવાના બનાવો બહાર આવી રહ્યા છે.
