રાજકોટ મનપા માં છેલ્લા દિવસે કુલ 14 ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે શહેર ના 18 વોર્ડ ની 72 બેઠકો માટે 293 ઉમેદવારો વચ્ચે જંગ છેડાઈ ચુક્યો છે. જ્યાં ભાજપના, કોંગ્રેસના અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેથી રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે. આજે સવાર થી જ ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારો માં ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરી દીધો છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું સ્પષ્ટ થયું ,કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.12 ઉમેદવાર સાથે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નંબર 2 માં તેમજ 21 ઉમેદવારો સાથે સૌથી વધુ સંખ્યા વોર્ડ નંબર 1માં છે.
