રાજકોટમાં સીટી બસ અડફેટે આવી જતા PSI નું કરૂણ મોત થયું હતું. વિગતો મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સિટી બસ ચાલકે ટુવ્હીલરને ટક્કર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બેન્ડ PSI તરીકે ફરજ બજાવતા એચ.એ.અઘામને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં દરમ્યાન તેઓ નું મોત નિપજ્યું હતું.
PSI એચ.એ.અઘામ મોચીનગર માં રહેતા હતા અને તેઓની રજા હોવાથી કામ માટે ઘરેથી બહાર નીકળ્યા ત્યારે આ અકસ્માત થયો હતો જેમાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ ઘટના ને લઈ પોલીસબેડામાં શોક ની લાગણી પ્રસરી ગઈ હતી, પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
