લોકડાઉન માં રાજકોટ માં ફસાયેલા શ્રમિકો એ વતન જવાની જીદ સાથે તોફાન મચાવ્યું હતું. રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકો ના ઘાડેધાડા નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર ચાલતા વાહનો રોકી તોડફોડ કરી હતી. શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પરના વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને લાકડીઓ લઇ ટ્રક, બસ કારના કાચ ફોડ્યા હતા. શ્રમિકોએ પથ્થરમારો કરતા એક ચેનલના પત્રકાર ને માથા માં વાગતાં લોહીલૂહાણ બન્યા હતા. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પત્રકારના માથમાં ચાર ટાંકા આવ્યા છે. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ટોળાને સમજાવી રહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડાબલરામ મીણા પર પણ પથ્થરનો ઘા થયો હતો. જો કે સદનસીબે તેઓ બચી ગયા હતા.
સ્સ્થિતિ બેકાબૂ બનતા પોલીસના ધાડેધાડા નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને પરિસ્થિતિનિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરતા કેટલાક પોલીસ જવાનો અને પત્રકારને ઇજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડ્યા છે. સ્થિતિને કાબૂમાં કરવા માટે જિલ્લામાંથી પોલીસને બોલાવવામાં આવી છે. ટ્રેન વ્યવસ્થા કરાઈ નથી તેવા મેસેજ શ્રમિકોમાં વાઇરલ થતાં ઉશ્કેરાયા હોવાનું જાણવા મળ્યું હતું જોકે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી સ્થિતિ કાબુ હેતળ કરી લીધી હતી પરંતુ શ્રમિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
