રાજકોટ સમગ્ર ભારતભરમાં આવતીકાલે કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવશે.ત્યારે આવતીકાલે શ્રાવણ વદ આઠમ અંતર્ગત છેલ્લા 35 વર્ષથી યોજાતી રથયાત્રા યોજાશે.
રાજકોટ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 35 વર્ષથી કૃષ્ણ જન્મના વધામણા અંતર્ગત રથયાત્રા યોજવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ રથયાત્રા યોજાશે.ચાલુ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ રથયાત્રામાં માત્ર 200 જેટલા જ વ્યક્તિઓ જોડાઈ શકશે.જન્માષ્ટમી અંતર્ગત રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં કૃષ્ણ જન્મોત્સવના અવનવા ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે.જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કરી રહ્યા છે.