રાજ્ય માં કોરોના ની સ્થિતિ વધુ વિકટ થઇ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચીગઈ છે.હાલમાં રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો છે જેપૈકી 197 કેસ તો માત્ર અમદાવાદ ના જ છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બની રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે કોરોના ના કેસો નું પ્રમાણ વધતા રાજ્ય માં લોકડાઉંન નો સમયગાળો વધારવા માં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે
