ગુજરાત ના કાઠીયાવાડ વિસ્તાર માં જો મહેમાન ગતિ કરવા જાવ ત્યારે એક વાત ખાસ નોટ કરવાની કે ગામડું હોય કે શહેર પણ અહીંના લોકો તમને જમી લીધા પછી અવશ્ય કહેશે કે” હાલો મહેમાન ફાકી ખાવા” અહીં ફાકી ,મસાલો ,માવો ,સિગરેટ ,બીડી વગેરે વગર જ ચાલેજ નહિ અને તેથીજ અહીં વરસો થી સોપારી અને ફાકી ખાવા ટેવાયેલા લોકો લોકડાઉંન માં વધુ પૈસા આપીને પણ માવા ,તમાકુ, બીડી ,સિગારેટ ખરીદી રહ્યા છે ,રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માટે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ફાકી, પાન, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો, અને પાનની દુકાનો એ દિવસથી બંધ થઇ ગઇ હતી, વ્યસનીઓ લૉકડાઉનમાં અકળાઇ ગયા હતા અને તેનો દુકાનદારોએ ગેરલાભ ઉઠાવી ફાકી, સિગારેટના કાળા બજાર શરૂ કર્યા છે. રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે. ત્યારે હવે જો ફાકી ખાતા પકડાયા તો પ્રોહિબિશન નો ગુનો દાખલ થશે તેથી લોકડાઉંન દરમ્યાન માવા ,ફાકી ન ખાવ તોજ સારું રહેશે કદાચ આ એક એવો સમય છે કે મન મક્કમ રાખવાથી માવા ,ગુટખા ,સિગારેટ જેવા વ્યશન છૂટી પણ જાય
