રાજકોટમાં માવા-પાન-ગુટખા ના બંધાણીઓ એ હવે 10 દિવસ નો સ્ટોક ભેગો કરવો પડે તેવી સ્થિતિ છે.રાજકોટ ડિલક્સ પાન એસોસિએશને શહેરની 40 દુકાનો 10 દિવસ બાદ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની અમલવારી સોમવારથી કરવામાં આવશે.
આ અંગે ડિલકસ પાન એસોસિએશનના આ સ્વૈચ્છિક લોકડાઉનમાં સ્વામિનારાયણ ચોક, રામાપીર, રૈયા ચોકડી, ઢેબર રોડ વિસ્તાર સહિત શહેરભરના દુકાનદારો જોડાશે. કોરોનાનું સંક્રમણ અટકે, પાનના દુકાને ભેગી થતી ભીડ અટકે તે માટે આ નિર્ણય લેવાયો છે. સોમવારે 19 એપ્રિલથી દુકાન સ્વૈચ્છિક લોકડાઉન બંધ રાખવામાં આવશે. 30 એપ્રિલ બાદ આ દુકાન બધી રાબેતા મુજબ ખુલશે. જ્યારે દિવાનપરા રોડના વેપારીઓ આજે 17 અને 18 જાન્યુઆરીના રોજ સ્વૈચ્છિક રીતે દુકાન બંધ રાખશે
આમ રાજકોટ માં હવે વેપારીઓ પોતેજ સ્વૈચ્છીક લોક ડાઉન માં જોડાઈ રહ્યા છે અને કોરોના ની ચેઇન તોડવા કટિબદ્ધ થયા છે.