જ્યાર થી કોરોના આવ્યુ છે અને તેમાંય લોકડાઉન આવી જતા રાજકોટ મનપાની આવક ઘટી જતાં ખર્ચા કાઢવા ભારે પડી રહ્યા છે,પરીણામે મનપાએ 125 કરોડની જમીન વેચવા કાઢી છે. આ ઉપરાંત આવાસ યોજના માં શોપિંગ સેન્ટર બનાવ્યુ હતું તે બધી દુકાનોની પણ હરાજી કરવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરના રેલનગર પોપટપરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપની 7 દુકાન, ડો.હેડગેવાર ટાઉનશિપની 7 દુકાન અને મહર્ષિ અરવિંદ ટાઉનશિપ સેન્ટરની 1 દુકાન મળી 15 દુકાનની જાહેર હરાજી મહર્ષિ અરવિંદ ટાઉનશિપ કર્ણાવતી સ્કૂલની બાજુમાં રેલનગર ખાતે 19 જાન્યુઆરીએ સવારે 9 કલાકે રાખવામાં આવી છે જેમાં
દુકાનોની અપસેટ કિંમત 8.10 લાખથી 10 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. જાહેર હરાજીમાં ભાગ લેવા માગતા વ્યક્તિઓએ સ્થળ પર 1 લાખની રોકડ અથવા બેંક ડિમાન્ડ ડ્રાફ્ટથી ડિપોઝિટ ભરી હરાજીમાં ભાગ લઇ શકશે. ઊંચી બોલી બોલનારે દુકાનની કિંમતની 25 ટકા રકમ સ્થળ પર ભરવાની રહેશે. ડિપોઝિટની રકમ હરાજી પૂર્ણ થયા બાદ સ્થળ પર જ પરત અપાશે. આમ હવે જમીન અને દુકાનો વેચી નાખી આવનાર આવક થી રાજકોટ મનપા નો કારભાર ચાલશે અને ફરી કઈક વિકાસ કરી શકાશે.
