રાજ્ય માં વિધાનસભા ની ચુંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષો કામે લાગ્યા છે કોઈ વિકાસ ની વાતો કરે છે તો કોઈ વિરોધ કરે છે અને જનતા મોંઘવારી માં માત્ર ભવાઈ નો તમાશો માણી રહી છે, ભાજપ વિરૂદ્ધ દેખાવો કરનાર રાજકોટ માં કોંગી નેતા પરેશ ધાનાણી સહિત અટકાયત અગ્રણીઓ ની અટકાયત કરવામાં આવી હતી
ગુજરાત માં રૂપાણી સરકાર ના પાંચ વર્ષ ની સફળતા ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શિક્ષણના ખાનગીકરણ અને વેપારી કરણના કારણે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ‘શિક્ષણ બચાવો’ નામનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેવે સમયે રાજકોટમાં પણ કોંગ્રેસના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે યુથ કોંગ્રેસ અને NSUI ના આગેવાનો, મહિલા અધ્યક્ષ સહિત 10થી વધુ લોકોની યુનિવર્સિટી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આમ એક તરફ ભાજપ ની ઉજવણી અને બીજી તરફ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન ના દ્રશ્યો જોવા મળી રહયા છે.