કુંભ મેળામાંથી પરત આવતા શ્રદ્ધાળુઓ ના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ રેલવે જંકશન પર આજે સવારે હરિદ્વારથી આવેલા 80 મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
દેહરાદુન ઓખા ટ્રેન આજે સવારે રાજકોટ આવી પહોંચી હતી. જેમાં હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે આરોગ્ય વિભાગ દ્વારા જંકશન રેલવે સ્ટેશન ખાતે 80 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરી હતી. આમ કુંભ માં સ્નાન કરી આવેલા ભક્તો ના ટેસ્ટ દરમિયાન દેશભરમાં અનેક કોરોના સંક્રમિત સામે આવ્યા છે.
