આજે જનતા કરફ્યુ છે અને તે એક માત્ર ઝલક છે આગળ સ્થિતિ વધુ વકરે તો લોકો ને લોકડાઉન પરિસ્થિતિમાં શુ કરવું તેનો અંદાજ આવી શકે તે માટે ના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે કોરોના વાઈરસ ને પગલે રોજી રોટી ને પણ અસર થઈ છે ત્યારે રાજકોટ શહેરની ખાનગી કંપની બાન લેબ્સે અત્યારની વિકટ પરિસ્થિતિમાં પોતાના કર્મચારીઓ માટે વરદાનરૂપબની છે અને કંપનીના 1200 કર્મચારીઓને આવતા બે મહિનાનો પગાર એડવાન્સ આપ્યો છે. તેમજ તમામ કર્મચારીઓને રૂ. 5000 હજારની કિટ ફ્રી આપી છેજેમાં તેલનો ડબ્બો અને સેનિટાઈઝર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.કોરોના વાઈરસને પગલે શહેરમાં બજારો, મોલ સહિતની તમામ વ્યવસ્થા બંધ કરવામાં આવીરહી છે ત્યારે આ વાઈરસ સામે લડત આપવા અને સાવચેતીના ભાગરૂપે બાન લેબ્સ પ્રા.લિ દ્વારા આગામી તારીખ 23 માર્ચથી એક સપ્તાહ સુધી ઓફિસ બંધ રાખી તેમજવર્ક ફ્રોમ હોમ એટલે કે સૌએ પોતાના ઘરેથી શક્ય એટલું કામ કરવું તે માટે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બાન લેબ્સમાં કામ કરતા તમામ કર્મચારીઓને 2 માસનોપગાર એડવાન્સ આપી દેવાયો છે. આ ઉપરાંત કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે ઉત્તરાખંડ અને હિમાચલમાં આવેલા છે ત્યાં પણ મોટાભાગના ડિપાર્ટમેન્ટ પરઅનેક પ્રકારના રિસ્ટિક્શન મુકાયા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે, કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડેતો કંપની પૂરેપૂરો સહકાર આપશે. બાન લેબ્સ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણ સામે સાવચેતીના પગલાં રૂપે નિર્ણય લેવાયો છે.આમ ઘણી કંપનીઓ મુશ્કેલી ના સમયે પગાર ઉપરાંત કર્મચારીઓ ના ઘરનું ધ્યાન રાખી જરૂરી ચીજવસ્તુઓ પણ આપી રહી છે.
