રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો વેકશીન લેવા ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાના અહેવાલો છે કારણ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા વિના આવેલા લોકોને વેક્સિન નહીં અપાતા હોબાળો મચી ગયો છે, રસી લેવા લોકો એ લાંબી લાઈનો લગાવી છે.
રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોન કચેરીમાં વેક્સિન લેવા માટે વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. આ પૈકી અનેક લોકોએ વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નહિ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી અને આવા લોકો ને વેક્સિન નહીં અપાતા દેકારો મચી ગયો હતો. સવારથી જ લાઈનો માં લાગેલા લોકો ને વેક્સિન નહીં મળતાં તેઓ માં આક્રોસ જોવા મળ્યો હતો.આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને સમજાવીને તેમનો રોષ શાંત કર્યો હતો. લોકોનો હોબાળો જોઈને પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી.રાજકોટ શહેરમાં આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 1219 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 410 સહિત કુલ 1629 નાગરિકોએ રસી લીધી છે.
નોંધનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં શહેર-જિલ્લાના બધા મળી 25 લાખથી વધુ ડોઝ અપાયા હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
