રાજકોટ ની શાળાઓ પણ હવે કોરોના એ દેખા દીધી છે અહીંની SNK, નિર્મલા, નચિકેતાના 4 વિદ્યાર્થી અને ધુલેશિયાના શિક્ષક સંક્રમિત બનતા વાલીઓ માં ચિંતા પ્રસરી છે અહીં અભ્યાસ કરતા બાળકો 150થી વધુ લોકોના સંપર્કમાં આવતા ચાર શાળાઓ એક સપ્તાહ બંધ કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેરની એસએનકે સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતા ટ્વીન્સ ભાઈ-બહેન કોરોના સંક્રમિત થયા છે જ્યારે નચિકેતા સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આ સિવાય નિર્મલા સ્કૂલમાં પણ ઓનલાઈન અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધુલેશિયા સ્કૂલના એક શિક્ષક પણ સંક્રમિત થતા આ તમામ શાળાઓ આગામી એક સપ્તાહ સુધી બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે. રાજકોટમાં એકસાથે ચાર સ્કૂલમાં બાળકો અને શિક્ષક પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકો અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
આરોગ્ય વિભાગે એસએનકે સ્કૂલમાં 52 જ્યારે નચિકેતા સ્કૂલમાં 112 વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફના ટેસ્ટ કર્યા હતા. પોઝિટિવ આવેલાં બાળકો અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના સંપર્કમાં આવ્યા હતા. બાળકો અને શિક્ષકોના સંપર્કમાં આવેલાઓ ને ટેસ્ટ કરાવવાની કામગીરી ચાલુ છે.
