હાલ ચુંટણીઓ જાહેર થતા જ કોઈ જગ્યા એ કોરોના નો અમલ કરાવવા કોઈ જવાન દેખાતું નથી અને ચુંટણીઓ પુરી થતા જ ફરી ગાઇડલાઈન નું પાલન કરાવવા રોડ ઉપર ફરી જવાનો ગોઠવાઈ જશે તેવી લોકો માં ઉઠેલી ચર્ચાઓ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા 36 ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ આજે જાહેર થયેલા ઉમેદવારો રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થયા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. હાસ્યકલાકાર ધીરૂભાઇ સરવૈયાએ કહ્યું હતું કે, કબડ્ડીનો ખેલ છે જે લીટી પાર કરે એ જીતશે. જો કે, ભાજપ ના અહીં મોટી સંખ્યામાં સમર્થકો સાથે એકત્રિત થતા સોસિયલ ડિસ્ટનીંગ ના ધજાગરા ઉડયા હતા. તમામ ઉમેદવારોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી 12.39ના વિજય મુહૂર્ત પર ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક નોંધાવવા રવાના થયા આ સમયે નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલતા કોરોના ની સ્થિતિ ફરી વાર માથું ઊંચકે તેવું જણાઈ રહ્યું છે.
ફોર્મ ભરતા સમયે જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
