રાજકોટમાં આજે જશ્ન નો માહોલ છે આજે નવા વર્ષ ની ભેટ મળવા જઇ રહી છે.નિર્ધારિત કાર્યક્રમ મુજબ સીએમ વિજય રૂપાણી આજે સવારે 9.30 કલાકે રાજકોટ એરપોર્ટ થી 9.50 કલાકે ખંઢેરી માં એઈમ્સના ખાતમૂહર્તમાં ઉપસ્થિત રહેવા રવાના થશે, ત્યારબાદ તેઓ 1.05 કલાકે દ્રારકા જશે.
રાજકોટમાં એઈમ્સ બની રહી છે ત્યારે પાછળ નો ઇતિહાસ જોવામાં આવે તો દેશમાં 1956માં દિલ્હીમાં પ્રથમ એઈમ્સ બની હતી અને વર્ષ 2005 સુધીમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતી તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજયમાં 15 જેટલી એઈમ્સને મંજુરી આપી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.
એઈમ્સ નો ઓનલાઈન વડાપ્રધાન મોદી 11.7 કલાકે પાયો નાંખશે ત્યારબાદ 11.10 કલાકે પ્રવચન આપશે આ અગાઉ સાંસદ મોહન કુંડારીયા, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય રાજય આરોગ્ય મંત્રી અશ્વિનીકુમાર પ્રવચન આપશે જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રવચન કરી એઈમ્સ અંગે પ્રાથમિક ઉદબોધન કરશે
હાલ રાજકોટમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
