રાજકોટ ની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થઈ જતા 4200 રોકાણકારોના 60 કરોડ ડૂબી ગયા છે.આજકાલ લોકો ને લોભામણી સ્કીમો બતાવી અનેક નામી અનામી સંસ્થાઓ અને મંડળીઓ ગ્રાહકો ને પૈસા રોકવા જણાવી ઊંચા વ્યાજ ની લાલચ આપી બાદ માં ઠગાઈ ના કિસ્સા પ્રકાશ માં આવતા હોય છે ત્યારે
રાજકોટ ખાતે વધુ એક શ્રીમદ્ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થઈ જતાં 4200 રોકાણકારોના 60 કરોડ ડૂબી ગયા છે. શ્રી રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન અને મેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં શ્રીમદ્ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી થઈ હોવા મામલે ચેરમેન સંજય દુધાત્રા, વાઈસ-ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે ફરિયાદ નોંધાઈ છે. આ સહકારી મંડળીમાં 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા રોકાયેલા હતા. 60 કરોડ રૂપિયાને લઈને ચેરમેન સહિતના અધિકારીઓ ફરાર થઈ ગયા છે.
પોલીસે ભોગ બનનારા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી
શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં જે-જે લોકોએ રોકાણ કર્યું છે અને જે લોકો આ મંડળીની ઉચાપતનો ભોગ બન્યા છે તેઓ મંડળી દ્વારા ફાળવવામાં આવેલી થાપણની રસીદની નકલો સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે.
