રાજકોટના ગોંડલમાં રહેતું બુઝુર્ગ દંપતી કોરોના મામલે ખુબજ સાવચેતી રાખતા હતા પણ ન છૂટકે એક લગ્ન પ્રસંગ માં જતા દંપતી ને કોરોના નો ચેપ લાગતા તેઓનું સારવાર દરમિયાન મોત થઇ જતા પરિવાર માં શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી સાથ નિભાવ્યો હતો. બંનેના મૃત્યુ વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર રહ્યું હતું. વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં મનીષભાઈ બુચના પિતા જ્યોતિશભાઇ અને માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેન નું પણ માત્ર વીસ મિનિટનાં અંતરે જ પતિ ની પાછળ જ નિધન થયું હતુ.
કોરોના આવતા જ જ્યોતિશભાઇ ખાવા-પીવામાં ખુબજ પરેજી અને કાળજી રાખતા હતાં અને પતિ-પત્ની ખુબજ સ્વસ્થ હતા પણ થોડાં દિવસ પહેલાં તેઓ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાં જ્યોતિશભાઇ અને દેવીયાનીબેન કોરોના પોઝિટિવ બનતા કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો. આ ઘટના ને પગલે પરિવાર માં આક્રંદ છવાયું છે.