રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળુ ગામ ની ગૌશાળામાં ઘૂસી જઈ સિંહોએ 8 જેટલી ગાયોનું મારણ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ઊમટી પડ્યા હતા અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.જોકે, આટલી મોટી માત્રા માં ગાયો નું મારણ કરતા ગામલોકો માં દહેશત ઉભી થઈ છે હવે સિંહો સીમ છોડી ગામ માં આવી ચડતા લોકો નું રાત્રી દરમિયાન બહાર નિકળવાનું મુશ્કેલ બની ગયું છે.
આરબ ટીંબળીમાં 10થી વધુ સિંહોએ ધામા નાખ્યા હોવાની લોકો માં ચર્ચા ચાલી રહી છે.
