સૌરાષ્ટ્ર માં બળાત્કાર નો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે,વાત છે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ની જ્યાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો એ ભારે ખળભળાટ મચાવ્યો છે એટલું જ નહીં બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના અન્ય બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોટડાસાંગાણી પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની
કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ઈસમો તેને બદ ઇરાદે ઉંચકી ગયા હોવાની વાત પીડિતા એ કરી હતી.
આ અંગે SP એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ અંગે ગઇકાલે ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે.સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલો અમીત પડાળીયા કોટડાસાંગાણી તાલુકા ભાજપનો પુર્વ મહામંત્રી છે. અમીતની માતા હાલ રામોદના સરપંચ છે. જ્યારે અન્ય શાંતિભાઇ પંચાયતનો કોંગ્રેસી સદસ્ય છે.આમ આખા પ્રકરણમાં રાજકારણ માં સંડોવાયેલા ઈસમો હોવાથી આ પ્રકરણ ભારે વિવાદી બન્યું છે અને જન પ્રતિનિધિઓ જ જો ગરીબો ના ઘર ની ઈજ્જત લૂંટશે તો પ્રજા નો વિશ્વાસ ઉઠી જશે ની વાતો સાંભળવા મળતી હતી.
