રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રાત્રી દરમિયાન કુવાડવા ગામ પાસે ટ્રક અને પેટ્રોલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે,બનાવ અંગે જાણ થતાં જ રાજકોટ ફાયરબ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અકસ્માતને પગલે ટ્રકચાલક દાઝી જતાં તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત ને પગલે રોડ ઉપર ટ્રાફિકજામ થઈ જતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કુવાડવા પોલીસે અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
