રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી અને કેમિકલ બનાવતી ફેક્ટરીમાં સોમવારની રાત્રિના 8.30 કલાકે બ્લાસ્ટ થતાં ભારે ગભરાટ નું વાતાવરણ ઉભું થયું હતું આ ઘટના માં ત્રણ શ્રમિકો ના ઘટનાસ્થળે અને એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત થતા કુલ ચાર ના મોત થયા ના અહેવાલો છે, જ્યારે નવ દાઝી જતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. આ ફેકટરી માં 22થી વધુ શ્રમિક ફેકટરીમાં કામ કરતા હોવાનું કહેવાતું હતું.
રાત્રિના 8.30 કલાક આસપાસ દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ જતાં ધડાકાભેર ફાટતા આગ લાગી ગઈ હતી. આ સમયે ટેન્કની આસપાસ તેમજ ફેક્ટરીમાં અન્ય સ્થળે કામ કરી રહેલા મજૂરોમાંથી નવ શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા અને દૂર સુધી ફંગોળાયા હતા. બ્લાસ્ટ થતાંની સાથે જ ખેરવા અને આસપાસના ગામના લોકો ફેક્ટરી પાસે દોડી આવ્યા હતા અને દાઝેલી હાલતમાં રોડ પર આવી ગયેલા મજૂરોને છકડો સહિતના વાહનમાં બેસાડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. રાત્રિના 10 વાગ્યા બાદ અનિલકુમાર, મનોજ, મોહન, છોટન શર્મા, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક અજાણી વ્યક્તિને દાઝેલી હાલતમાં રાજકોટ લાવવામાં આવી છે. તેમજ એક અજાણ્યા વ્યક્તિનું હોસ્પિટલ લવાયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. આગની આ ઘટના કેવી રીતે બની? લાપતા થઈ ગયેલા શ્રમિકો ક્યાં છે? તે સહિતના મુદે્ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધડાકાનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો અને ટેન્કનો સામાન અડધા કિલોમીટરમાં વિખેરાઈને પડ્યો હતો.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે
વાંકાનેર તાલુકાના ખેરવા અને પીપરડી ગામ વચ્ચે આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરીમાં બોઇલર ફાટયા બાદ પ્રચંડ વિસ્ફોટ થતા ફેકટરીમાં કામ કરતા શ્રમિકની લાશ ઉડીને અડધો કિલોમીટર દૂર પડી હતી અને કેટલાક શ્રમિકોને હળવી ભારે ઇજાઓ થતા રાજકોટ સારવામાં ખસેડવામાં આવ્યા છે. આ પ્રચંડ ભેદી વિસ્ફોટની માત્રા એટલી તીવ્ર હતી કે હાલમાં ખેરવા, પીપરડી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર ખેરવા અને પીપરડી ગામ વચ્ચે ખેરવા સર્વે નંબરમાં આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થતા ફેકટરી સંકુલ તહસ નહસ થઈ જવા પામ્યું છે અને ભયાનક વિસ્ફોટ બાદ હાઇવે સુધી પથ્થરો ઉડી ઉડીને પડ્યા હોવાનું સ્થળ ઉપરથી જાણવા મળ્યું છે.