રાજકોટ જિલ્લા માં જામ્યો વરસાદી માહોલ,ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બન્યા છે,રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહયા ના અહેવાલો છે.દરમ્યાન ગોંડલ શહેર અને તાલુકા ના ગામડાઓ માં વરસાદ પડી રહ્યો છે.
ગોંડલ ના વાસાવડ ગામે ગાજવીજ સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ પડ્યો છે અને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી વાસાવડી નદીનાં પુલ પરથી પાણી વહી રહ્યું છે. ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી હોવાના અહેવાલો છે.
ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિત ગોંડલના દેરડીકુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ને પગલે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે.