ગામડાઓમાં ઈયળોનો આતંક.રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઇયળનો ઉપદ્રવ એટલી હદે વકર્યો છે કે ગામ લોકો ત્રાહિમામ થઈ ગયા છે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરના આ ગામડાઓ માં ઈયળોએ ભારે મુશ્કેલી વધારી દીધી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે..આ છે ગુંદાળા ગામ… રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલું આ ગુંદાળા ગામ.
હવે જુઓ આ દ્રશ્ય જ્યાં તમારી નજર પડશે ત્યાં ઈયળ દેખાશે અહીંયા જ્યાં પગ મૂકે ત્યાં ઈયળો ના ઢગલા પગ નીચે આવે આ ગામ ના લોકો ઈયળો ના ઉપદ્રવથી ત્રાહિમામ થઈ ગયા છે જેવું ચોમાસું શરૂ થાય કે અહીંયા અસંખ્ય આવી ચડે મકાન ની ભીતો હોય કે છત.રૂમ હોય કે રસોડું જ્યાં જુઓ ત્યાં ઈયળો જોવા મળે… અહીંયા જેવું ચોમાસુ શરૂ થાય કે આ મુશ્કેલી શરૂ થઈ જાય છે જમીનમાંથી નીકળતી ઈયળો નો ત્રાસ એટલો બધો છે કે લોકો ને જમવા માટે પણ ખાટલા ઉપર બેસીને જમવું પડે છે મહિલાઓને પોતાનું ઘર કામ પણ ખાટલા ઉપર બેસીને કરવું પડે છે જો શું હોય તોપણ લોકોને ડર સાથે શું પડે છે કેમકે યો કાનમાં ઘરી જાય તેઓ પણ ડર સતાવે છે બીજી સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઈયળો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમની દુર્ગંધ પણ બહુ આવે છે સ્થાનિક લોકોને ખબર છે કે ભાઈઓ ના ઉપદ્રવથી રોગચાળો ક્યાંક ફાટી ન નીકળે ઈયળો થી બચવા સ્થાનિક લોકો અવનવા તુંકા પણ લગાવી રહ્યા છે જોકે ગામ લોકોને કોઇ કાર્યવાહીથી ઇયડોનો ઉપદ્રવ અટકતો નથી… ત્યારે કેટલાક લોકો તો પોતાનું મકાન ખાલી કરીને અહીંથી ચાલ્યા પણ ગયા છે.
ઈયળ ના ત્રાસ થી એકમાત્ર ગુંદાળા ગામ પરેશાન છે એવું નથી અહીંયા આસપાસના પાંચ જેટલા ગામના લોકો આ મુશ્કેલીથી તોબા પોકારી ઉઠયા છે ગુંદાળા ઉપરાંત બામણબોર નવાગામ જીવાપર સહિતના ગામના લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના લોકોનું કહેવું છે કે જવું ચોમાસુ શરૂ થાય કે તરત આ ઇયળનો ઉપદ્રવ વધી જતો હોય છે આ સમસ્યા દર ચોમાસે સર્જાય છે જોકે આ સમસ્યાનું કોઈ સમાચાર આવતું નથી નાના એવા ગામમાં લોકો કરે તો પણ શું કરે તેઓ લાચાર થઈને તંત્ર સામે બેઠા છે લોકોનું તો એવું ત્યાં સુધી કહ્યું છે કે જ્યારે તેઓ જમતા હોય ત્યારે છત ઉપરથી ઈયળો તેમના જમવાની રસોઈમાં પડે છે ઘણી વખત તો રસોઈ પણ જતી કરવી પડે છે તો બીજી તરફ ગામની મહિલાઓ એ દર ત્રીસ મીનીટે સાવરણો લઈને ઇયળ ને સાફ કરવી પડે છે જ્યારે ખાસ કરીને અહીંયા મહેમાન આવે ત્યારે ગામના લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે કે આ ઈયળો ના ઉપદ્રવ વચ્ચે મહેમાનોને ક્યાં બેસાડવા અને ક્યાં તેને રાખવા ગામના લોકોનું કહેવું છે કે હવે તંત્ર જ તેમની મદદ કરે અને અહીંયા કોઈ એવી દવાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ઈયળો દૂર થાય મકાનની મોટી મોટી દિવાલો પણ ભરાઈ જાય છે તો બીજી તરફ જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન કહેવું છે કે હજુ સુધી તેમને કોઈ ફરિયાદ નથી મળી પરંતુ હવે આ વાત ધ્યાનમાં આવી છે તો આગામી સમયમાં ત્યાં આરોગ્યની ટીમ મોકલી આગળની કાર્યવાહી કરાશે.
આમ તો લોકો સાપ કે અન્ય ઝેરી જીઓ થી ડરતા હોય છે જ્યારે ઈયળ જેવા જીવ થી સામાન્ય રીતે લોકોને કંઈ ખાસ ફરક નથી પડતો હોતો પરંતુ પાંચ જેટલા ગામડાઓમાં આ નાના એવા જીવો એ અને લોકોની ઊંઘ હરામ કરી નાંખી છે ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ ભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે