રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠવામાં લાખ્ખો રૂપિયા ઉઘરાવનાર ખાનગી હોસ્પિટલ ની બેદરકારી સામે આવી રહી છે. કોરોનાની સારવાર માટે આ હોસ્પિટલમાં દાખલ થયેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવતે એક લાખ, રામશીભાઇએ એક લાખ અને કેશુભાઇ અકબરીએ પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવ્યા હોવાની સ્લીપ મીડિયા ના કેમેરા માં કેદ થઈ હતી જેમાં પૈસા ભર્યા નો ઉલ્લેખ હતો અન્ય દર્દીઓ એ પણ મોટી રકમ ભરી આ હોસ્પિટલમાં એડમિટ થયા હશે ,આ ત્રણેય દર્દીઓ એ કોરોના પોઝિટિવ દર્દીઓએ લાખો રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો,પરંતુ આટલા પૈસા ખર્ચવા છતાં તેઓ ને સલામતી મળી શકી ન હતી.
